MatterMngt
Welcome, Guest (Please Register/Login)
Login Register Contact Us
Welcome You, SIPAI SAMAJ TRUST, GUJARAT. સિપાઈ સમાજ ટ્રસ્ટ - ગુજરાત તહેદિલ સે ટ્રસ્ટ કી વેબસાઈટ સેવામેં આપકા ઇસ્તકબાલ કરતા હૈ...

Membership Rules

સિપાઈ સમાજ ટ્રસ્ટના સભ્ય બનવા માટે

     સિપાઈ સમાજ ટ્રસ્ટનાં સભ્ય બનવા માટે પ્રથમ ફોર્મ ભરવાનું રહશે.તે વિગતો જાણ્યા બાદ કમિટીની મિટિંગમાં સભ્યપદ માટે ફોર્મ મંજુર થયા તો જ વ્યક્તિએ મેમ્બર ફી ભરવાની રહેશે. અન્યથા ONLINE મેમ્બરશિપ ફી ભરશે તો તે ડોનેશનમાં ગણાશે.


સિપાઈ સમાજ ટ્રસ્ટના સભ્યપદ માટેના નીતિનિયમો:


1.   સિપાઈ સમાજ ટ્રસ્ટના સભ્યપદ માટેની વાર્ષિક સભ્ય ફી રૂ.૧૦૦/- ભરવાની રહેશે. જે દર વર્ષે ફરજીયાત ભરવાવની રહેશે. અને ફીનું વર્ષ ૧ એપ્રિલથી ૩૧ માર્ચ રહેશે. વચ્ચે ગમે ત્યારે ફી ભરશે તો પણ સમયગાળો ફિક્સ જ રહેશે.


2.   સિપાઈ સમાજ ટ્રસ્ટના સભ્ય તરીકે નિમણુક થયેલો કોઈ પણ સભ્ય સંસ્થાની સાધારણ અને ખાસ સભામાં હાજર રહી પોતાના વિચારો-અભિપ્રાયો રજુ કરવા તથા મત આપવાની સત્તા / ફરજો રહેશે.


3.   ટ્રસ્ટી મંડળમાં ટ્રસ્ટીઓનો સમયગાળો ત્રણનો રહેશે. વાર્ષિક સભ્યમાંથી ટ્રસ્ટી મંડળમાં નિમણુક થાય તો તે સભ્યએ ત્રણ વર્ષની ફી એક સાથે ભરવાની રહેશે. તેમાં ન કરતાં ટ્રસ્ટી તરીકે આપો આપ રદ થયેલા ગણાશે.


4.   અવસાન થવાથી, સ્વૈચ્છિક રાજીનામું આપવાથી, ટ્રસ્ટના હિત અને ઉદ્દેશો વિરુધ્ધ પ્રવૃત્તિઓ કરતાં દુર કરવાથી ટ્રસ્ટના સભ્યપદ પરથી સભ્યપદ રદ થશે.


5.   વાર્ષિક રૂ. ૩૬૫/- એજ્યુકેશન ફી રાખવામાં આવેલા છે. (રોજનો ૧ રૂપિયા લેખે) જે મરજીયાત છે. સભ્ય ચાહે તો ઇમદાદ કે જકાતફંડ માંથી પોતાનો ફાળો આપી શકશે.

 

6.  સિપાઈ સમાજ ટ્રસ્ટ ની website મા જોડાયેલા સભ્ય એ ટ્રસ્ટ ના કાયમી સભ્ય બનેલા હોય તે જરૂરી નથી.ટ્રસ્ટ ના મેમ્બર બનવા માટે ઉપરોક્ત નિયમોનું પાલન કરવુ તથા વાર્ષિક ફિ ભરવી જરૂરી છે.